Monday, 17 September 2018

સહારે સહારે જશે લાશ મારી

સહારે   સહારે   જશે   લાશ   મારી
પ્રભુ   આ   તે   કેવી  કરામાત  તારી

મહોબ્બતની  વાતમાં  ક્યાં  મળે  છે
છબી  સુંદરીની  જે  આંખો એ ધારી

છું    તૈયાર    હું    હારવાને   બધુંયે
મળે   જો    કૃષ્ણ   દ્રૌપદીની   યારી

ફરી  જામશે   જો   મહેફિલ   દોસ્તો
ખુલ્લી  જોઈ  સામે  ના  ઘરની બારી

વહી   જિંદગી   કોઈ  દાવાનળે   ને
પછી   ડૂબતાં   સૂરજે   આગ   ઠારી

- ઉદયન ગોહિલ

Friday, 14 September 2018

રહી રાહમાં એક બારી સદા થી

રહી રાહમાં એક બારી સદા થી
ન આવ્યાં તમે જ્યાં કદીયે અદા થી

હતાં સામસામે ને ચાંદો ઉગ્યો તો
નિહાળી તને, મેં ચકોરી મજા થી

ઘુમાવી તી આંખો નઝરના સવાલે
રહ્યો તો છેટો એક હાથ હાથવગા થી

ને ઝૂકી ગયો હું હવાની રંગતમાં
શિખરને શું સંબંધ ફરકતી ધજા થી

ફકીરી અમારી મુબારક અમોને
કે ડર ના બતાવો ખુદા આ કઝા થી

- ઉદયન ગોહિલ

Thursday, 13 September 2018

માગી માફી એમાં શી તારી કરામાત !

માગી માફી એમાં શી તારી કરામાત !
ભૂલી જાવું એ મારો સદગુણ સારો છે .

ને માનું આખા આકાશે આંગણ તારું ,
તો સૂફીની માથે તું ખરતો તારો છે .

મારી મારીને આયખું મારે બીજું શું ,
આયાં મેં કીધું, હાલો મારો વારો છે .

કેવો અવસર હાથેથી ખોયો ધોખા માં ,
બાળો કે દાટો એ ક્યાં તારો નારો છે .

મોડી નાખું રેખાઓ જે આપી હાથે ,
છૂટીને ભાગું ક્યાં, ક્યાં મારો આરો છે .

- ઉદયન ગોહિલ

Wednesday, 12 September 2018

હજુ રાત વીતી ન વીતી પુરી ત્યાં

હજુ રાત વીતી ન વીતી પુરી ત્યાં
સવારી સૂર્યની સવાલે ચઢી છે

જવાની ખપાવી કુણી લાગણીમાં
ઢળીને તુ કોનાં ઇરાદે ચઢી છે

છે સાકી અસરદાર કે ધાર પાંખી
મહોબ્બત સનમનાં નઝારે ચઢી છે

નથી કાબુ માં કોઈ પંખી અહીંયા
કે ફૂટી જે પાંખો ઉડાને ચઢી છે

વધી ને જવું કોક કાંધે અમારે
જિન્દગી અમસ્તાં ધમાલે ચઢી છે

સવાલો જવાબો ને નેવે મુકી ને
ખયાલો ના ખોટાં રવાડે ચઢી છે

કરી સોગઠાં સાબદા મીણ કેરાં
જિન્દગી અમારી જુવાળે ચઢી છે

કમી કેમ ચર્ચાય ચોમેર તારી
ફરીને તુ કોનાં વિચારે ચઢી છે

- ઉદયન ગોહિલ

Saturday, 9 June 2018

હર જગ્યાએ અહીં હવે મને ઠેકાણું એનું મળે છે

હર જગ્યાએ અહીં હવે  મને ઠેકાણું એનું મળે છે
ઊડતા પક્ષીની પાંખ માં  જો  બની ઉડાન ફળે છે

ગયું બાળપણ વીતી જવાની ને જશે બુઢાપો પણ
જોઈ લે તો બેડો પાર  કે શરીર સમયાંતરે ગળે છે

કરશો વાત દેખીતી તો તમે કરશો મીરાંના નાચ ની
ને  પ્રણય સુધી જશો  તો થીરકનમાં કાન ભળે છે

છે  મહોબ્બત વિચારોમાં, ને એ ય અડધી અધૂરી
વીતી જશે જીવન આખું તોય પ્રેમસંબંધો કળે છે

કર્યા કેદ ઈશ્વરને  તમે મરજી મુજબના પથ્થરોમાં
વાંક  બતાવો પર્વતોનો  જે દાયકાઓ થી બળે છે

ઉતર્યા તા ઉપનિષદ કદી  કોઈ જીવંત બુદ્ધ માંથી
ધર્મ - કર્મ ના આંકલને હર પંથ માણસને છળે છે

- ઉદયન ગોહિલ

Saturday, 14 April 2018

ये ऐसा-वैसा कैसा तेरा मुस्कुराना था

ये ऐसा-वैसा कैसा तेरा मुस्कुराना था ,
ऐसे,  यहां  तुम्हें आना और जाना था !

बैठे, घड़ी दो घड़ी, कोई  मशवरा हो ,
और, मुझे तेरा नक़ाब भी उठाना था ।

वो चूड़ियां कांच की लाया था साथ ,
गोरी कलाई पे हौले से पहनाना था ।

टूटती एकाद तो चुभ भी सकती थी ,
दर्द न हो ऐसे तेरा हाथ सहलाना था ।

जचेगी कौन से रंग की चूड़ी कहां पे ,
पहनाके छः सात बार मुझे बताना था ।

खा-म-खा जल्दी-जल्दी कर गए तुम ,
फिर रेशमी जुल्फ़ों को सहलाना था ।

रूक जाते कुछ देर तो क्या हो जाता !
कड़ी दुपहरी में चांद को सुलाना था ।

और क्या-क्या बताऊं अरमान अधूरे ,
छोड़ो, चलो, वैसे तो बहुत सताना था ।

- उदयन गोहिल

Thursday, 12 April 2018

સૂનમૂન બેસી રે છે હવે ને શોર પણ કરતી નથી

8 વર્ષની બાળકી પર થયેલા બળાત્કાર .. અને... એ પછીના એની જિંદગીમાં દ્રશ્યો ....

૨૨૧૨ ૨૨૧૨ ૨૨૧૨ ૧૧૨ ૧૨

સૂનમૂન બેસી રે છે હવે ને શોર પણ કરતી નથી ,
ને દીકરીને ઢીંગલા ની આંખ પણ ગમતી નથી .

પાચૂકા પકડદાવ લખોટીમાં એ હતી અવ્વલ ,
બેટી ગરીબોની તો આડશ કોઈ ને નડતી નથી .

સમજણ તો ક્યાંથી હોય કે આ શું થયું છે એની સાથે ,
પણ શેરીમાં ફૂડકતી જ્યાં, ત્યાં એકલી જડતી નથી .

ને કોઈ આવે જો અજાણ્યાં આગંતુક તો હજુ પણ ,
છુપાઈ બેસી રે પટારે, કોઈ ને મળતી નથી .

લાંબી મજલ છે જિંદગી ને કાપવી ઘણી મુશ્કિલ ,
ક્ષણે ક્ષણ છે મરતી પણ આ ઉંમર જે વધતી નથી .

- ઉદયન ગોહિલ