Friday, 17 March 2017

સ્મિત સોહામણું

સ્મિત  સોહામણું ને   મારકણી  અદા  છે
સનમ  મારી,  મસ્જીદ ની  કોઈ  કઝા  છે

સર્વો થી  ઉપર  છે  હકીકત ના  જહાં માં
હું  ગુનેહગાર, ને  સનમ ગમતી  સજા  છે

વહેંચું તબક્કાઓ માં, મારી નાની સફર ને
પ્રેમ ના  પ્રત્યક્ષ પ્રસંગ ની, સનમ ફિઝા છે

યાદ અપાવે, સંગ સંગ 'માં' અને 'ગુરુ' ની
પહેલી અને આખરી, સનમ મારી મજા છે

નહિ, લખી શકે  એક  શબ્દ  વધુ 'ઉદયન'
તાણેલા ઘૂંઘટ માં, સનમ મારી લજ્જા છે

- ઉદયન

વાતો નો દોર થોડો લંબાઈ જશે

વાતો નો દોર થોડો લંબાઈ જશે
વાતો માં જયારે તું છવાઈ જશે
હું બોલીશ થોડું અને તું મલકશે
ગઝલ ગમતી, ત્યાં રચાઈ  જશે

શરૂવાત  હશે  અતુટ  દોસ્તી થી
વિના ખબર વળાંક લેવાઈ જશે
ઉત્કૃષ્ટ પ્રેમની ઝંખના માં આજ
રંગ માં મારા, સનમ રંગાઈ જશે

છલકતા   નૈનો  ના   જામ  ભરી
નશો   નાહક   નો   કરાઈ  જશે
નખશીખ  આ  ચોખ્ખો  માણસ
હોંઠો ના  નશા માં વટલાઈ જશે

સહેવું  કે  કહેવું  સમજાતું નથી
દિલ,   દરદ  માં   દુભાઈ   જશે
કહી  દઉં,  તને  હું  પ્રેમ  કરું છું
ઘા રુઝાયેલો, છો છોલાઈ જશે

વ્યક્તિત્વ તારું અજબ અનોખું
શબ્દ  માં  મારા  ચિતરાઈ  જશે
સંભાળજે તું ઝાલીમ દુનિયા થી
સનમ 'ઉદયન' ની કહેવાઈ જશે

- ઉદયન

બાપ

કડક બરડ હાથોમાં ખૂદને તેડેલો જોયો છે
ફાટેલા ખમીસ વાળો ગરીબ ખુદા મેં જોયો છે

વહેલી સવારથી કરતો મહેનત મારા માટે
સૂરજથી વધુ ઝળહળતો સિતારો મેં જોયો છે

શીખવાડી માણસાઈ મ ને માણસ બનાવી
દિલના સામ્રાજ્ય માં એને ઝૂમતો મેં જોયો છે

સાફ  સુથરા  રસ્તા  પર  પગલાં  પડાવવા
દુનિયા ની બુરાઈ સામે  ઝઝૂમતો મેં જોયો છે

કહેવી છે બધી વાતો એક શબ્દમાં ઉદયન
ભૂખ્યો રહી  મને જમાડતો બાપ મેં જોયો છે

- ઉદયન

कहाँ से गुज़रा

कहाँ से गुज़रा, कहाँ तक गुज़रा, पता नही
गर, राह  मेरी, मंज़िल तू, कोई  ख़ता  नही

साथ, कब तक देगी,  साँसें  कौन बतायेगा
मौत  पर मेरी,  तू मिले  तो कोई  रवा नही

शोर  बरपा  है, चो तरफा  दूनियादारी  का
इक पल, साथ तेरा मिले, कोई  गिला नही

और लफ़्जों में, मैं क्या बयां करू, 'उदयन'
मेरे कदम, तेरे निशां, और कोई ज़फा नही

- उदयन

મળી જાય જો

મળી જાય જો, ક્યારેક આશરો  કોઈ દીવા તળે
માંથું ઊંચકે તો, એના બળવામાં તને પ્રકાશ મળે

વરસી છે ઓળઘોળ, જે માં આજીવન તારા પર
ઘરડો હાથ પકડીને બેસ એનો બે ઘડી ખુદા મળે

નહી મળે, મોકો પછી ક્યારેય  વરસો વરસ વીતે
હા મળે, તો અફાટ રણ માં ઝાંઝવાના ઝળ મળે

સરખાવ જો નસીબ ઓ મર્યાદા પુરુષોતમ સાથે
ત્રણ ત્રણ માં ઘરે હોય છતાંય જેને વનવાસ મળે

દીકરો બની આવ્યો છે તો સંભાળ આ 'ઉદયન' 
સ્નેહની કુંપળમાં, પે'લાં સુખની  સરવાણી મળે

- ઉદયન

ચાર શબ્દો ભેગા થાય

ચાર શબ્દો  ભેગા થાય  અને એમાં પ્રાસ ભળે
બંધાયેલી ગઝલ અચાનક શ્વાસે ને સનમ મળે

છે શબ્દો ઘણા  મારી લીપી ની  શબ્દાવલી માં
વાસંતી વાયરાં ના  જવાબ ફરકે ને સનમ મળે

ચકનાચૂર પ્રેમ માં હોય  કો'ક હ્રદય જવાનીમાં
બુઢાપા માંય સળવળાટ કરે એટલે સનમ મળે

ગોરંભાયેલા કાળા આકશેથી વરસતી હેલીમાં
બુંદ ના ધરતી સાથેનાં પ્રથમ મિલને સનમ મળે

દરેક વાત  બેઝિઝક શબ્દો માં ઉતારે  'ઉદયન'
અંતરના ઉમળકે  તોરણ બંધાય ને સનમ મળે

- ઉદયન

શબ્દો મારા

શબ્દો મારા પહેલાં તો વેરણ છેરણ થઇ જાય
સાંભળી સનમ, આપો આપ ગઝલ થઇ જાય

માંડવાની  મોકાણ હોય, પે'લાં  તો  એમ વર્તે
પછી ડાહ્યાં ડમરા બની ને  રજામંદ થઇ જાય

પ્રેમરસ ઉતરવાનો  ચાલુ થાય ભીની સનમનો
ગઝલ, ગઝલ મટી  પોતીકું વ્યસન થઇ જાય

બને ક્યારેક મીરાં  અને નાચી લે  ગઝલ મહીં
રાધા બની  ક્યારેક  રમતી જોગણ થઇ જાય

- ઉદયન