Tuesday 13 June 2017

આપો તલવાર એક ધાર કાઢેલી મારા હાથમાં

કટાક્ષ સાથે હાસ્ય રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે ...

આપો તલવાર એક ધાર કાઢેલી મારા હાથમાં
દસકો વિતી ગયો અને હજુ છું પતિની નાતમાં

સુરીલા સપનાંના તાણાવાણા ગુંથી રાખ્યાં તા'
હતો ઘેલો  પરણવાને  જવાનીની શરૂવાતમાં

ચાલે રાજધાની મેલની જેમ  પેલાં પૂરપાટમાં
પછી પડે પંચર નીકળી જાય હવા વાતવાતમાં

હતો સિંહ જ્યારે જ્યારે નીકળ્યો એ બજારમાં
અને બની ગયો શિયાળ  ઘરે આવી ને રાતમાં

હતાં કિસ્સા કેટલાય  નાનપણથી બહાદુરી ના
લાગે પછી મિયાંફુસકી  ઘેરાય ગયાં છે ઘાતમાં

- ઉદયન