Saturday 9 September 2017

કહો કોઈ આગિયાને, રાત ભર જલે નહી વધુ

કહો કોઈ આગિયાને,  રાત ભર જલે નહી વધુ
કે સામે ચાંદ ની બાઝી આખી ઝૂંટવાઈ જાય છે

રહી છે  આગ દિલમાં,  દીવાનાને રૂપની સાથે
ઢળી જવાની, અને દીવાનગી પલટાઈ જાય છે

છે  રોશન  એમની, એ  અદા  કંગન  ઘુમાવાની
નજર મારી ય ત્યારે જાણે કેમ પરખાઈ જાય છે

કરી લઉં છું, વંદન એ પ્રભુને, આસ્તિકતા ધરી
નાસ્તિકતામાં તો કિંમત મૂર્તિની અંકાઈ જાય છે

મહેક મારા જીવનની છે, મારી મા ને આભારી
આવે યાદ એ, ત્યારે આંખો, છલકાઈ જાય છે

- ઉદયન