Saturday 18 November 2017

કઈ વિચારું તારા વિશે

કઈ વિચારું તારા વિશે  એવો મને વિચાર આવ્યો
દીવાનગીની મૌસમમાં શબ્દોની કાઢી ધાર લાવ્યો

એક આહ નીકળી પે'લાં  ને પાછળ  તારો ખયાલ
છે તું તો છે અર્થ, બાકી શબ્દે શબ્દે ખૂંવાર કાવ્યો

ને ઝુકાવી મસ્તક, તુજ પ્રેમ-લાગણીની વાતમાં
બની બાળક, મા ના પ્રેમને  મેં અનરાધાર ધાવ્યો

મુલાકાતને સમય સાથે સાંકળવી બે મતલબ છે
એણે તો બસ  એક ત્રાંસી નજરે ઈકરાર જતાવ્યો

કેટલી વાતો માનશો, એ તમારા પર છે  'ઉદયન'
ગીત - ગઝલમાં ઈશારો સનમે વારંવાર બતાવ્યો

- ઉદયન