Saturday 27 February 2021

હજારો હાથ ખોલી એ તો દેવા બેઠો છે

હજારો હાથ ખોલી એ તો દેવા બેઠો છે
તું નગુણો કે વિચારોમાં હજુ પણ પેઠો છે

ખજૂરી સમ નથી આ છાંયડો જીવનભરનો
તું છે એજ સાબિતી છે કે ખુદા પણ હેઠો છે 

તું તારામાંથી ખુદને બાદ કર તોય વધશે તુજ
ગણિતથી પર અહી બ્રહ્માંડમાં એજ એઠો છે

- ઉદયન ગોહિલ

Monday 8 February 2021

હાથવગું છે સઘળું ને તોય ભટકું છું

હાથવગું છે સઘળું ને તોય ભટકું છું ,
મસ્જિદોમાં આયતો પર અટકું છું .

પાકું દે સરનામું સાકી નું હવે ,
રોજ ખોટાં દ્વારે કેટલું ખટકું છું .

તુજ નજરથી દૂર છું પણ તારો છું ,
આટલું જાણી ગમે ત્યાં ભટકું છું .

ચાંદ, જાણે અસ્કયામત આપ ની ,
આગિયો હું, કોઈ દી જરી ચમકું છું .

- ઉદયન ગોહિલ