Tuesday, 13 June 2017

આપો તલવાર એક ધાર કાઢેલી મારા હાથમાં

કટાક્ષ સાથે હાસ્ય રજૂ કરવાનો પ્રયાસ કર્યો છે ...

આપો તલવાર એક ધાર કાઢેલી મારા હાથમાં
દસકો વિતી ગયો અને હજુ છું પતિની નાતમાં

સુરીલા સપનાંના તાણાવાણા ગુંથી રાખ્યાં તા'
હતો ઘેલો  પરણવાને  જવાનીની શરૂવાતમાં

ચાલે રાજધાની મેલની જેમ  પેલાં પૂરપાટમાં
પછી પડે પંચર નીકળી જાય હવા વાતવાતમાં

હતો સિંહ જ્યારે જ્યારે નીકળ્યો એ બજારમાં
અને બની ગયો શિયાળ  ઘરે આવી ને રાતમાં

હતાં કિસ્સા કેટલાય  નાનપણથી બહાદુરી ના
લાગે પછી મિયાંફુસકી  ઘેરાય ગયાં છે ઘાતમાં

- ઉદયન

Saturday, 29 April 2017

કેમ કરી ને મળો તમે

કેમ કરી ને મળો તમે, એટલું તો  મને  સમજાવી જાવ
પૂજા  પથ્થરોમાં અફળાવ હું, મારગ તો બતાવી  જાવ

એમ, તમે વસો કણકણમાં ને રજ ભરમાં, એ જ્ઞાન છે
પણ, નથી દેખાતું  દ્રષ્ટિમાં જે, તત્વ એ જતાવી જાવ

હોય છે ઘણા ધતિંગ એક પ્રાર્થના મહીં ઠાલાં જગતમાં
નથી હોતા સદા તમે એમાં, વેદ કુરાનમાં લખાવી જાવ

ને અવાજ નીકળે જયારે દિલનો, ત્યારે તમે સામે હોવ
આ ધર્મજગત ને વિદ્રોહનો, નાનો સ્વર શીખવાડી જાવ

હવે કે, 'ઉદયન' કંઈ પણ એ વિરુદ્ધ છે નીતિ નિયમ થી
છતાં રહે, અડીખમ એકલો, એ ધબકાર ધબકાવી જાવ

- ઉદયન

Saturday, 22 April 2017

कुछ तजुर्बे जिंदगी के हमें मुँह जुबानी याद है

कुछ  तजुर्बे जिंदगी के  हमें  मुँह जुबानी याद है
थी कभी धूप खुशनुमा अब शाम भी बरबाद है

ना कारवां  ना मंज़िल  ना ही  पूरानी पहचान है
है चलती फिरती लाश कि आदमी भी नाबाद है

खुश्बू भीगे गेंसुओं की ज़हन में मेरे बस गयी है
है नही तु  पास हमारे, फिर भी  दिल आबाद है

वो  मसीहाई बांकपन था  याँ थी मेरी  मुहब्बत
लिखा जब तुझ पर मैनें  लफ़्ज़ लफ़्ज़ फवाद है

शोर बरपा  तितलीयों का  फिर  सुने आँगन में
सुने तो  मीठी धुन  और  समझे तो शिवनाद है

- उदयन

Wednesday, 12 April 2017

मेरी लकिरों ने नसीब के सामने कई सवाल रक्खे है

मेरी लकिरों ने नसीब के सामने कई सवाल रक्खे है
किसके निशां है  जो तुने हलके हलके गाल रक्खे है

खनक चूडि कंगन की बेहद पसंद है मुझे बचपन से
यहां जवानी में सनम, कलाई पे  घड़ी डाल रक्खे है

टकराकर तुफानों से अंधेरों को बिखेरने की बात में
किसी मरजाद दिये ने  रात में होश संभाल रक्खे है

सालों बाद  वो ही पूरानी दस्तक ने  होश  उड़ा दियें
सालों गुज़र गएं  फिर भी इशारों में कमाल रक्खे है

फिर आ गये  वो सामने और जुबां ख़ामोश हो गयी
बाल सफेद हुएं है  बाकी जमाल तो बहाल रक्खे है

न वो मेरा था और न मैं उसका था  आज के दौर में
फिर क्या था जिस से एक दुजे का ख़याल रक्खे है

- उदयन

Sunday, 9 April 2017

તમે અમથે અમથાં આવો સામે, હોતું હશે!

તમે અમથે અમથાં આવો સામે, હોતું હશે!
ઠાલે ઠાલો નિભાવી જાવ વાયદો, હોતું હશે!

ને તમે ભગવાન, હું ભક્ત, જરા યાદ રાખો
રોજ સવારે તમે પ્રાર્થના ગાઈ દો, હોતું હશે!

ને આ સુરાહી નું અપમાન કરો છો તમે તો
સાકીની આંખોથી ચડે એ ફાયદો, હોતું હશે!

ને વાત હતી કે કૈકયી એ આંગળી રાખી તી
રામ સીતા ને વનવાસ નો કાયદો, હોતું હશે!

ને તમે પુછી આવો આ લખનાર 'ઉદયન' ને
ગમતો ખુદા, સનમ થી અલાયદો, હોતું હશે!

- ઉદયન

Friday, 31 March 2017

तेरी नज़रों ने आज सवाल किया

तेरी  नज़रों   ने   आज   सवाल   किया
नज़रों  की  गुफ्तगू  में  इकबाल  किया

बे सबब   मुस्कुराकर  देख  क्या  लिया
हमारे   अल्फ़ाजों   ने   कमाल   किया

है  शाम  आधी   और   रात  भी  आधी
वक्त  को   रोकने  का   ख़याल   किया

जूल्फ़   बिखेर   आप   नज़दीक  आएं
तो   आपके   हुस्न   ने   बबाल   किया

रंग   गोरा    नैन   मस्त    नक़्श   अदा
खुद    ही     खुद   में    जमाल   किया

खुब    नज़दीक     रहा    वो    'उदयन'
खुद   को    हमने   न    बहाल   किया

- उदयन

Saturday, 25 March 2017

તમે આમ પાછા વળી જશો

તમે આમ  પાછા વળી જશો તે કેમ ચાલશે
અધુરી મુલાકાત ના ડંખ  જોબનિયે વાગશે

ને મહોબ્બત  ફતવો તો છે નહીં મૌલવી નો
કે નઝરોથી ઘેરાઈ ને તમને અકબંધ રાખશે

કહું છું,  માંડો મોકાણ એક પૂર્ણ મિલન ની
પછી ઉઠે સોડમ  નખશીખ તમને ય ફાવશે

યાદ હોય કદાચ, નહીંતો થોડુંક જોર નાખો
આંખોના મેળાપનો રંગ તમને પાકટ લાગશે

ને કઈ કહું તો અર્થ માં ન ઉમેરાશે 'ઉદયન'
હવે જો સનમમાં જાણે બધાં શું શું ભાળશે

- ઉદયન