Friday 18 August 2017

હાથવેગળું હતું સત્ય ત્યાં ગેલમાં આવી ગયા

હાથવેગળું હતું સત્ય ત્યાં ગેલમાં આવી ગયા
સંબોધી ઈશને જુઠ્ઠો  અમે જેલમાં આવી ગયા

થાય પશ્ચાતાપ હવે રહી રહીને એ શું કામનું 
ઢળી લાશો ને કોમવાદના ખેલમાં આવી ગયા

ને તમે રાજા તો તમારે તો ત્યાંજ રહેવાનું છે
બાળી રંક ને, રોશનીએ મહેલમાં આવી ગયા

પ્રેમની લોભામણી આકાંક્ષાની અફાટ મુરાદે
વેચાઈ ગયા ને  પિયુની રખેલમાં આવી ગયા

હતા, કદ - કાઠી ને કમઠાણે  વટવૃક્ષ  સમાં
વલુરી અભિમાન, વંઠેલ વેલમાં આવી ગયા

- ઉદયન

Wednesday 2 August 2017

आती होगी उसे भी याद मेरी या मुझे ही आती है

आती होगी उसे भी याद मेरी या मुझे ही आती है
आखिर ये बात क्या है जो मुहब्बत सी सताती है

होता होगा  कोई शायर  जो लिखता होगा ग़ज़लें
मुझे तो उसकी याद ही  सब बात भूलवा जाती है

शायद, मिलना तुम से  न होगा मेरा, यह पता है
सूरज ढला  तो दोस्ती जुगनू की रंग भर लाती है

यूं उठ, बैठ, खड़ा हो जाता हूं कभी रातमें नींदसे
ख़्वाब तेरा, सिलवटें बिस्तर की  क्या करवाती है

मयखानों  से ताल्लुकात  रहा  बरसों से  'उदयन'
पीते थे कभी आंखो से अब गिलासों से जलाती है

- उदयन