Saturday 28 October 2017

सनम निकले

चला भी जाऊं, मैं अभी तुझ से दूर
जाऊं कहां, जाऊं जहां, वहां सनम निकले

निगाहों से छलकते जाम की कसम
देखें  मेरी और  तो निगाहों से सनम निकले

बैठकर सुनाएं मुझे लफ्ज़-ब-लफ्ज़
खुद-ब-खुद उसके लफ्ज़ से सनम निकले

नहीं  जाता  मंदिर-ओ-मस्ज़िद में
आती जाती सांस से अब तो सनम निकले

पहचानने लगे लोग मुझे शायरी से
मत्ला ओ मक़्तामें इसके बस सनम निकले

आना हो तो आओ,  चाहे ना आओ
यहां तुम, वहां ख़ुदा, कि फिर सनम निकले

तय है जाना इक दिन जहां से मेरा
निकलेगी जान तो देखेंगे सब सनम निकले

- उदयन

Tuesday 10 October 2017

આમ ખુદાને ફરિયાદ મોકલી

આમ ખુદાને ફરિયાદ મોકલી
પ્રાર્થના તો, હા ખપે છે હજુ સુધી

ને ઉડે પારેવડું તો કહી દઉં
આંબવા આભે મથે છે હજુ સુધી

કોઈ બેવાની લલાટે લખાયું શું
મોતના મુખે રમે છે હજુ સુધી

પૂછ તું ક્યારેક ભૂખ્યા ગરીબને
કોખ થી કોને ગમે છે ! હજુ સુધી

કોઈ કે છે રાત, ચાંદો નહી ઊગે
ને તમે દીવો બતાવો, હજુ સુધી

- ઉદયન

Friday 6 October 2017

સફર મારી, મેં મધદરિયાની રાખી છે

સફર  મારી, મેં  મધદરિયાની  રાખી છે
ને દૂર, આછકલાઇ કિનારાની રાખી છે

ને કહી દો, તમે જઈ ને પેલા અંધારાને
અમાસે, ભીતર ચાંદની ઘાલી રાખી છે

હા, સગપણ નથી, કહેવાતા સંબંધોનું
પણ, કાંડે, દોરી એના નામની રાખી છે

હશે, ક્યાંક, એ મને યાદ કરતી  કદાચ
તો સ્વપ્નમાં  મેં મુસ્કાન સાધી રાખી છે

છે  ગુનો, સામાજિક  વ્યવસ્થાની  રીતે
છતાં સાથે પ્રભુની  છબી તારી રાખી છે

- ઉદયન