Saturday 9 June 2018

હર જગ્યાએ અહીં હવે મને ઠેકાણું એનું મળે છે

હર જગ્યાએ અહીં હવે  મને ઠેકાણું એનું મળે છે
ઊડતા પક્ષીની પાંખ માં  જો  બની ઉડાન ફળે છે

ગયું બાળપણ વીતી જવાની ને જશે બુઢાપો પણ
જોઈ લે તો બેડો પાર  કે શરીર સમયાંતરે ગળે છે

કરશો વાત દેખીતી તો તમે કરશો મીરાંના નાચ ની
ને  પ્રણય સુધી જશો  તો થીરકનમાં કાન ભળે છે

છે  મહોબ્બત વિચારોમાં, ને એ ય અડધી અધૂરી
વીતી જશે જીવન આખું તોય પ્રેમસંબંધો કળે છે

કર્યા કેદ ઈશ્વરને  તમે મરજી મુજબના પથ્થરોમાં
વાંક  બતાવો પર્વતોનો  જે દાયકાઓ થી બળે છે

ઉતર્યા તા ઉપનિષદ કદી  કોઈ જીવંત બુદ્ધ માંથી
ધર્મ - કર્મ ના આંકલને હર પંથ માણસને છળે છે

- ઉદયન ગોહિલ