હર જગ્યાએ અહીં હવે મને ઠેકાણું એનું મળે છે
ઊડતા પક્ષીની પાંખ માં જો બની ઉડાન ફળે છે
ગયું બાળપણ વીતી જવાની ને જશે બુઢાપો પણ
જોઈ લે તો બેડો પાર કે શરીર સમયાંતરે ગળે છે
કરશો વાત દેખીતી તો તમે કરશો મીરાંના નાચ ની
ને પ્રણય સુધી જશો તો થીરકનમાં કાન ભળે છે
છે મહોબ્બત વિચારોમાં, ને એ ય અડધી અધૂરી
વીતી જશે જીવન આખું તોય પ્રેમસંબંધો કળે છે
કર્યા કેદ ઈશ્વરને તમે મરજી મુજબના પથ્થરોમાં
વાંક બતાવો પર્વતોનો જે દાયકાઓ થી બળે છે
ઉતર્યા તા ઉપનિષદ કદી કોઈ જીવંત બુદ્ધ માંથી
ધર્મ - કર્મ ના આંકલને હર પંથ માણસને છળે છે
- ઉદયન ગોહિલ
No comments:
Post a Comment