સહારે સહારે જશે લાશ મારી
પ્રભુ આ તે કેવી કરામાત તારી
મહોબ્બતની વાતમાં ક્યાં મળે છે
છબી સુંદરીની જે આંખો એ ધારી
છું તૈયાર હું હારવાને બધુંયે
મળે જો કૃષ્ણ દ્રૌપદીની યારી
ફરી જામશે જો મહેફિલ દોસ્તો
ખુલ્લી જોઈ સામે ના ઘરની બારી
વહી જિંદગી કોઈ દાવાનળે ને
પછી ડૂબતાં સૂરજે આગ ઠારી
- ઉદયન ગોહિલ
No comments:
Post a Comment