કેમ કરી ને મળો તમે, એટલું તો મને સમજાવી જાવ
પૂજા પથ્થરોમાં અફળાવ હું, મારગ તો બતાવી જાવ
એમ, તમે વસો કણકણમાં ને રજ ભરમાં, એ જ્ઞાન છે
પણ, નથી દેખાતું દ્રષ્ટિમાં જે, તત્વ એ જતાવી જાવ
હોય છે ઘણા ધતિંગ એક પ્રાર્થના મહીં ઠાલાં જગતમાં
નથી હોતા સદા તમે એમાં, વેદ કુરાનમાં લખાવી જાવ
ને અવાજ નીકળે જયારે દિલનો, ત્યારે તમે સામે હોવ
આ ધર્મજગત ને વિદ્રોહનો, નાનો સ્વર શીખવાડી જાવ
હવે કે, 'ઉદયન' કંઈ પણ એ વિરુદ્ધ છે નીતિ નિયમ થી
છતાં રહે, અડીખમ એકલો, એ ધબકાર ધબકાવી જાવ
- ઉદયન