Thursday 6 May 2021

અલગથી તોડ કાઢો જિંદગીનો તો મજા આવે

અલગથી તોડ કાઢો જિંદગીનો તો મજા આવે
એ શું કે સાંજ મૈખાનું ઉગે તો કે કઝા આવે

ને લૂંટાયા જરીક તો શું, સાકીના નાક-નકશા પર 
ગયા મંદિર તો આંખો ને નજર પહેલાં ધજા આવે

મહોબત જામ છે તો જામ છલકાવો અમારો પણ
મજા આવે બધાને જ્યાં, મને ત્યાં પણ સજા આવે

તમારું આગમન, અવસર અમારો થઈ ગયો સાકી
તમે આવ્યાં, ને થોભો તો અચાનકથી ફિઝા આવે

આ પગલાં એક-તરફા છે જો મસ્જિદથી મૈખાનામાં
કહે શું શેખ સાહેબ, બંદગીમાં પણ ખિઝાં આવે

ખુંવારીની ઘણી રાતો છે પૂછો તો કહાણી કહું
જવાની આખરી હિસ્સો પછી શું આવ-જા આવે

સમય સરતો રહે છે રેત માફક બંધ મુઠ્ઠી થી
તો માણી લો, કે શ્વાસોની ઘડીમાં પણ રજા આવે

- ઉદયન ગોહિલ

No comments:

Post a Comment