Friday, 17 March 2017

માખણિયો હાથ

માખણિયો હાથ મારા વાંસામાં ફરે
હળવે - હળવે એમાંથી વ્હાલ ઝરે
જકડી આલિંગનમાં  ભીંસે ભીતરે
પ્રથમ   રાત્રિ  નો   અહેસાસ   ગરે
ઉતરે     કુંડળ     કંદોરા    કાંચળી
પછી  આંખ્યુંમાં   તાજમહલ  તરે
વીંટળાઈ રાતરાણી  વેલની  માફક
સુગંધ   મારા   વાંસપુટો  માં   ભરે
છે   મીલન    પૂર્ણતાના   ચોઘડિયે
ખુદ  ખુદા,  સાક્ષી   બની  ને   વરે

- ઉદયન

No comments:

Post a Comment