Friday, 17 March 2017

થાય છે મને

થાય છે મને, કે ચાલ ને કઈક નવું કરીએ
મન ને મારી  દિલ ને થોડુંક  ઝંકૃત કરીએ

કમાડ  વાસી ને તો  આખી જિંદગી કાઢી
અફાટ રણ માં થોડું  થોડું  ગુલાલ કરીએ

છો રાહ જોઈ બેસે, જગ આખું વસંતની
તારા કેશમાં સિંદુર આંઝી જમાલ કરીએ

વિરહની વેદના કોરી ખાય માસૂમ દિલને
એ પે'લાં, મનગમતાં ટહુકે ધમાલ કરીએ 

પરવાહ  મંઝીલ ની  બહુ  થયી  સફરમાં
હાથ ઝાલી ને હવે સફર બેશુમાર કરીએ

- ઉદયન

No comments:

Post a Comment