સફર એક નાની ને યાદગાર બની ગઈ છે
થોડા સમય માટે, સનમ હમસફર બની ગઈ છે
સફર એક ...
વાતોનાં ઉલ્લાસ ને હાસ્યના દરબાર વચ્ચે
અલગારી આંખલડી અમારી ચાર બની ગઈ છે
સફર એક ...
કહું કઈ હું, કહે કઈક એ, ને ગોઠડી જામે
દુનિયાથી અલિપ્ત અલાયદી વાત બની ગઈ છે
સફર એક ...
મંઝીલ પર અટકી જુદા પડવું નક્કી હતું
તો'ય રસ્તાની દીવાનગી બેશુમાર બની ગઈ છે
સફર એક ...
- ઉદયન
No comments:
Post a Comment