Monday 9 April 2018

જરાક અમથું ગમે પહેલાં ને પછી ગમતું થઈ જાય

જરાક અમથું ગમે પહેલાં ને પછી ગમતું થઈ જાય
એ શું કે અમથે અમથું આમ હ્ર્દય રમતું થઈ જાય

ચોળીએ આંખોને ઘડીક તો પછી લાગે કાળું કાળું
ને ફકીર-મહાત્મા કહે આમ ધ્યાન ચડતું થઈ જાય

હોય તને અનુભવ તો કહી દે  બની બે-ફિકર બધું
રખે ને માન  ભગવે ભગવે મસ્તક નમતું થઈ જાય

હોય હામ હૈયે તારે  તો ભર અંગડાઈ વમળ મહી
તણખલા સમ પડતું મેલ ને જીવન તરતું થઈ જાય

જોઈ તી મેં ઝલક એક વાર ને ખુલ્લા કેશની કસમ
તારા ઘરની ખિડકી એ દિલ મારું ભમતું થઈ જાય

આવતું નથી  કોઈ હવે  અહીં દિલ ને દિલાસો દેવા
નજર નાજુક મળે ત્યાં તો આયખું ઢળતું થઈ જાય

- ઉદયન ગોહિલ

No comments:

Post a Comment