Saturday 24 March 2018

તદ્દન ખોટો પ્રચાર ને લૂંટવાની અનોખી રીત છે

તદ્દન ખોટો પ્રચાર ને લૂંટવાની અનોખી રીત છે ,
મળી કોક દી સાંઈને તો પૂછો પૈસા સાથે પ્રીત છે !

છે વિસ્તરેલું બ્રહ્માંડ નોખી - નોખી અદાઓ માં ,
મુરત ખુદાની માનવ સમી, આ આપણી જીત છે !

છે શબ્દ જ શબ્દ બધે, ખાલીપો ખર્ચાઈ ગયો ,
હોય લાગણી મૌનમાં ગૂંથેલી, એવું કોઈ ગીત છે !

ઢાળીને નયન સામસામા આખો પ્રેમગ્રંથ રચાય ,
હવે કો જરા પ્રેમપંથ પર તમારો કોણ મનમિત છે !

પાઈ  થીટા  આલ્ફા  બીટા મને સમજાતા નથી ,
ફાવે મને  બે ને બે ચાર, આ કંઈ કાચું ગણિત છે !

ફર્યા કેટલાં અને બાકી કેટલાં આ હિસાબ ક્યાં ,
ને ચોર્યાસી લાખે થોભશું કે સંધુય અગણિત છે !

- ઉદયન ગોહિલ

No comments:

Post a Comment