Monday 24 July 2017

સ્ત્રી ..

વ્યવસ્થાથી વ્યાખ્યાઓ સુધીમાં વહેંચાઈ ગઈ છે
સ્ત્રી, મા  દીકરી  બેન પત્નીમાં વટલાઈ  ગઈ  છે

નજરનો ધોખો છે, પોતાને આપેલો, સ્ત્રીના નામે
બાકી સ્ત્રી  તો કૃષ્ણની કીર્તિમાં  બદલાઈ ગઈ છે

ને  હજુ, તમે સમજી જજો  વિનાશના  કાંગરેથી
કે સમાજીહવનમાં આપણા દ્વારા હોમાઈ ગઈ છે

ને ન સમજી શકો  તો છોડી દો, એ પણ  જીવ છે
કેટલી  જગ્યાએ, સ્ત્રી, જીવવાને વેચાઈ ગઈ છે

હવે   વધારે કઈ કહેવું નથી, બધાને ખબર જ છે
કરો મુક્ત સ્ત્રીને  જે તમારા ડરથી  લપાઈ ગઈ છે

- ઉદયન

Saturday 22 July 2017

नहीं मिलता सबकुछ यहां वहां में

नहीं मिलता सबकुछ यहां वहां में
ढूंढते फिरो फिर उसे जहां में   

होता  अगर मेंरा  तो  यहीं रहता
अब कहां वो कहां मैं जहां में

और, है  भी  कहां  दूर  कि  खोजें
देखा भीतर कि मिला जहां में

हाथ पकड़ लो,  ये क्या बात हुई
मिला दिलसे दिल यूं जहां में

होता नाम, तो कुछ भी रख लेता
है अहसास, सनम , जहां में

कुछ  लिखने से  बयां  नहीं होता
है वो रूह-ए-रोशन जहां में

- उदयन

વરસાદી વાદળો સંગ ટહુક્યો છે મોર

વરસાદી વાદળો સંગ ટહુક્યો છે મોર
ભીંજાવાનું,  આજ પાકું  સનમ,  છે વરસાદી વાત
જાલીને હાથ તારો છબછબિયાં કરવા
ઇચ્છાને મળ્યું છે ખુલ્લું આકાશ, છે વરસાદી વાત
ખીલી છે કળી ને ગુંજ્યો એ ભમરો ય
પ્રેમીઓના દિલે ધબકશે સંગાથ, છે વરસાદી વાત
કૂંપળ ફૂટી તી ક્યાંય ને મલકી તી આંખ
વરસાદી આગમને રમતી છે રાત, છે વરસાદી વાત
પડી છે રજા ને ખાબોચિયે કિલકિલાટ
ધરતીનો મૌસમી હસતો નઝારો, છે વરસાદી વાત
ખુશહાલ છે જિંદગી હર ગલી હર નાકે
પંખીઓની પાંખે  ઉડ્યું આકાશ, છે વરસાદી વાત

- ઉદયન

मेरी आंखोको उसने समंदर बना लिया

मेरी आंखोको उसने समंदर बना लिया
शोख पूरा करके  दिलसे अंतर बना लिया

थी कभी धूप कभी छांव मेरे हालात में
जुल्फ बिखेरकर उसने दिसंबर बना लिया

न पहुंच सकूंगा मैं कभी वो अमिर खाने
सोचकर महल को घर के अंदर बना लिया

मारेगा वो मुझे कभी न कभी कहीं न कहीं
सहूलियत के लिए हाथ, खंजर बना लिया

थी मुहब्बत रोशन इस कदर मेरी जहां में
मिटाकर खुद को हमने कलंदर बना लिया

- उदयन

ઉડીને પંખી થાકતું નહી હોય એવું માણસ ધારે છે

ઉડીને પંખી થાકતું નહી હોય એવું માણસ ધારે છે
સાંજે જોઈ પોતાનો માળો અકબંધ એ પરવારે છે

એમ જોઈએ તો  જિંદગી મોંઘી ને  એમ સસ્તી છે
જોઈતા  માણસને મારે  અને  અજાણ્યાને તારે છે

છે રાહ  સોનેરી હરણની  અહીં  હર  એક જીવ ને
ને બદલામાં  કહે ભગવાન, ઉભો રે તુંય કતારે છે

તમે લડી મરો અંદર - અંદર જાતિવાદની  ખેપ માં
ને  પૂછો પાછળ ઘરવાળાને  કોણ તમારી વ્હારે છે

મોહબ્બતમાં ઉજાગરો 'ઉદયન' મધ - મીઠો લાગે
પણ શુળ ભોંકાય દિલમાં અને દરદ હર સવારે છે

- ઉદયન

दिन में आंखे तुम्हें देखें

दिन में आंखे तुम्हें देखें, रात ख्वाबोंमें सजाते है
उड़ गई नींद किसी बहाने से तुम्हारे नगमें गाते है

थी आवाज़ मीठी सुरीली बरसो से जो कानों में
अब वो ईयर फोन में बिछड़न की ग़ज़ल बजाते है

सूट बूट व चश्मा टोपी पहनकर जो चलता था
लंबी दाढ़ी - बिखरे बाल, अबका  हाल  बताते  है

ऐसा भी नहीं कि इश्क़में हर कोई यूं मर रहा हो
हैं कुछ आशिक़ ऐसे भी  जो दूसरी गली में जाते है

अब क्या कहे 'उदयन' और वो भी खुदके बारेमें
हैं थोड़े उसके जैसे जो हर सांस पे सनम बुलाते है

- उदयन

રમુજી જલસા ....

લમણાં લેવાનો સમય પાકી ગયો,
લગ્નનો બીજો દસકો આવી ગયો.

બોલે બેઉ અને સાંભળે ભગવાન,
વખત એવો, સમય થમાવી ગયો.

ને, મજા તો એ છે  કે  બેઉ સાચા,
તો વર્તન ખરાબમાં, હંફાવી ગયો.

માનશે  બધા  કે  વાર્તા  કોમન છે,
પાર્ટનર આ તહેવાર મનાવી ગયો.

છે સજા મજાની, તમે જલ્સા કરો,
ક્યાં એ ભરબજારે લટકાવી ગયો.

આ સમદુખિયાની  વાત  'ઉદયન',
કવિતાની રમૂજમાં ઉથલાવી ગયો.

- ઉદયન