Saturday 22 July 2017

ઉડીને પંખી થાકતું નહી હોય એવું માણસ ધારે છે

ઉડીને પંખી થાકતું નહી હોય એવું માણસ ધારે છે
સાંજે જોઈ પોતાનો માળો અકબંધ એ પરવારે છે

એમ જોઈએ તો  જિંદગી મોંઘી ને  એમ સસ્તી છે
જોઈતા  માણસને મારે  અને  અજાણ્યાને તારે છે

છે રાહ  સોનેરી હરણની  અહીં  હર  એક જીવ ને
ને બદલામાં  કહે ભગવાન, ઉભો રે તુંય કતારે છે

તમે લડી મરો અંદર - અંદર જાતિવાદની  ખેપ માં
ને  પૂછો પાછળ ઘરવાળાને  કોણ તમારી વ્હારે છે

મોહબ્બતમાં ઉજાગરો 'ઉદયન' મધ - મીઠો લાગે
પણ શુળ ભોંકાય દિલમાં અને દરદ હર સવારે છે

- ઉદયન

No comments:

Post a Comment