Friday 17 March 2017

સનમ

આથમતો હું તમારા ઘર આગળ ત્યારની વાત છે
ભલે ને  રહ્યો  સુરજ  તો'ય શું, એનેય  હવે  રાત છે

ને તમે ખુલ્લાં પડી જશો એ ભય તમને સતાવે છે
પણ મારે તો, ભીતરે  ધબકતો, મારો જ ઝંઝાવત છે

પછી મથશે પકડવા  એ પાછા વળતાં  મોજાંઓને
સમજાય જયારે કે આ સમંદરની કિનારાને ખૈરાત છે

ને ઇતિહાસ ગવાહ છે આ મહોબ્બત ની વાતો નો
ચૈન નથી કોઈ ને છતાંય કે આ નસીબની સૌગાત છે

મળ્યું ઘણુંય તોય એવું - એવું માંગે પ્રેમમાં માણસ
સાંભળવા વાળા ને લાગે  નક્કી આજ ઉલ્કાપાત છે

આસ પુરી થાય પછી ના કમઠાણ ન વિચારે પહેલાં
કઈ નહીં તો પૂછી આવો, લગન પછી કોને નિરાંત છે

હવે ભેળા મળી સનમ નામનું નાહી નાખો 'ઉદયન'
અહીં ગલીએ ગલીએ હાટડી ને ચોકે ચોકે બારાત છે

- ઉદયન

No comments:

Post a Comment