Friday 17 March 2017

અચાનક આંગણે

અચાનક આંગણે આજ એક આગંતુક આવી
હળવે હળવે હથેળીની હસ્તરેખામાં હરખાયી

પ્રીતનું  પાનેતર પહેરી  પૂજનની પ્યાસ  પાળી
અકારણ અનાયાસે અદકેરી એ આસ આવી

ભોળાના ભજને  ભજતી  ભક્તાણી  ભાળી
રીઝવવા રબને રાતીચોળ રાખની રસમ રાખી

ફરી ફરી ફોગટમાં  ફર ફર ફરતી  ફોરમ ફળી
મહેક માટીની મહેકતી મળે, મુજને માં મળી

- ઉદયન

No comments:

Post a Comment