Friday 17 March 2017

હતી વાત દિલની, જાણે કેમ, ચોરે ચર્ચાઈ ગઈ

હતી વાત દિલની, જાણે કેમ, ચોરે ચર્ચાઈ ગઈ
લાગણી મુજ ગરીબ ની, મફતમાં વટલાઈ ગઈ

તમે કહો છો, એ જ લાગણી  અને એ જ પ્રેમ
કહીયે અમે, તો કે', ભાઈ ની મતી ખર્ચાઈ ગઈ

રહ્યાં તમે રૂપનાં અંબાર અને અમે બાંકા ગમાર
કઈ નહીં ને છેલ્લે, ચોરી અમારી પકડાઈ ગઈ

આ તો બધી વાત છે  પ્રેમ  મહોબ્બત ની યારો
મારી નસે નસ, સાલી આમાં જ જકડાઈ ગઈ

ભૂલ એક થઇ અને લખ્યું બસ સનમ, ઉદયને
ગઝલ કોની છે એ આખા ગામમાં વર્તાઈ ગઈ

- ઉદયન

No comments:

Post a Comment