Friday 17 March 2017

હવે વાત કરવાને મારે ક્યાં જાવું

હવે વાત કરવાને મારે ક્યાં જાવું
સામે છેડે તો  અંધારી રાત ભળાય છે
એવું નથી કે  મને ડર લાગે એનો
ચાંદ નીકળે ત્યાં મને સનમ જણાય છે
પછી જે ઉભરો ઉગે  હ્રદય મહીં
ધડકનોના શોરમાં હીબકા હરખાય છે
પછી શાંત રાખતા - રાખતા ખુદને
કેટલીય રાતના કમઠાણ વળ ખાય છે
ક્યારેક એવું થાય ન કહેવું કોઈને
વાત દિલ ની  મન માં ક્યાં ધરબાય છે
ચાલ તુંય શરમ છોડ હવે 'ઉદયન'
લાગે સનમને  રાત બાહોંમાં લપાય છે

- ઉદયન

No comments:

Post a Comment