Friday 17 March 2017

નૈન નક્શ નાજુક નમણી

નૈન નક્શ નાજુક નમણી
તાજમહાલ સી ઘાટીલી
મદ્ય રાત્રીનો ચાંદ ઝળહળે
રૂપ નો એવો મદ ધરાવતી
આંખો ખુલે ફૂલો ખીલવતી
રાતે નશીલી રાણી મહકતી
બોલે તો સંગીત સૂરીલું
બંધ હોઠે ગઝલ પીરસાતી
એવી એક સખી મેં ભાળી
વાટ જેની રોજ જોવાતી

- ઉદયન

No comments:

Post a Comment