Friday 17 March 2017

થઇ ગઈ છે મહોબ્બત પીઠા સાથે

થઇ ગઈ છે મહોબ્બત પીઠા સાથે, નિભાવું છું
સમજે છે દુનિયા જો હું મદિરા પીવા આવું છું

નજાકત  ફૂલોની  ખુલ્લા  ઉપવને, સુગંધી લઉં
અર્થોના અનુવાદમાં,  દિલ  યાદમાં  જલાવું છું

મંદિરો મસ્જિદોમાં  ફેરા હોય  મારા સમયાંતરે
કરી વિચારતો, ઉપરવાળાને,  થોડો  સતાવું છું

લખી, સખી - સનમ, મારો શેર  સદા  પૂરો કરું
મીરાં - રાધા ના  પૂજનભાવ ને  માથે ચડાવું છું

દેખાય પેલી નજરે, જનમ - મરણ  જુદાં છેડાં
પરોવાયેલાં મણકાની  એ માળા છે  બતાવું છું

ખબર છે, નથી આવવાનું  કઈ વીતેલું 'ઉદયન'
પણ હોય ભૂત સાથે લેણાદેવી એમ જતાવું છું

- ઉદયન

No comments:

Post a Comment