Friday 17 March 2017

ભીતરે મારે એક ખાલીપો ખળખળે છે

ભીતરે મારે એક ખાલીપો ખળખળે છે
દુર આકાશે એજ વાલીડો ઝળહળે છે

હોય ઘા જુનો કે નવો રુધિર ટપકે છે
વેદના કેવી કેમ કોશેટો કળવળે છે

જોઉ તો લાગે નાળચે ભાલા અગન રેળે
રાખ ગોળીએ ઝાપટી શુરો ખળભળે છે

કોક કે મારા ચોઘડિયાં તો ઉદયને છે
સાંભળે તો બ્રહ્માડ રિબાતું ટળવળે છે

- ઉદયન

No comments:

Post a Comment