Friday 17 March 2017

એક દિવસ સવારે

એક  દિવસ  સવારે , મને  ખબર  પડી ગઈ
જિંદગી  મારી , આજે  સુર્યાસ્તે  પતી  ગઈ
ગણાય એટલી  મિનીટો  અગણિત  સંબંધો
પગ બોળું વાત કરું મળું ત્યાં નદી વહી ગઈ

ઉંમર ની  વધેલી કરચલી સમો વ્હાલો બાપ
ઘસાયેલી ઘર પાછળ, સહારો ઇચ્છતી  માં
પાંગરેલી પ્રીતના ગમતાં ઠેકાણાં સમી પત્ની
છોડું કેમ એને, જ્યાં મુરત પ્રેમની જડી ગઈ

હતી રાહ વર્ષોની ને ભગવાને દીકરો આપ્યો
પ્રેમનું  પૂર્ણ ખીલેલું પુષ્પ  સમી દીકરી અર્પી
જીવું આ બધુંને ભોગવું થોડું પણ જીવનમાં
એ પહેલાં તો જિંદગી હાથતાળીય દઈ ગઈ

ક્ષણભંગુર સઘળું  અદકેરા જીવન માર્ગ માં
સમજ સુફિયાણી  અંતિમ  બાકી રહી ગઈ
વિચાર્યું, ક્ષણ મળે  એક વધારે તો કહી દઉં
ને જો, સાંભળી  પ્રાર્થના, આંખ  ખુલી ગઈ

- ઉદયન

No comments:

Post a Comment