Friday 17 March 2017

ક્યારેક તીખી અનાયાસે

ક્યારેક તીખી અનાયાસે, તો કયારેક મીઠી હોય છે
સનમ, જિંદગી ના  રંગીન  સફર ની  લીપી હોય છે

મળવાને આતુર, હું દિવાનો એક મજાની મુલાકાતે
મજા સસ્તામાં, ક્યાં  પે'લાં ખુદા એ  દીધી હોય છે

એવું લાગે કે હમણાં પકડી લઉં મારા હાથમાં એને
લાગે જાણે, રસ્તામાં થોડી દીવાનગી પીધી હોય છે

સરકતો સમય કોઈનો થયો નથી ખબર છે 'ઉદયન'
બસ એ ક્ષણ મારી, જ્યાં તને સનમ કીધી હોય છે

- ઉદયન

No comments:

Post a Comment