Friday 17 March 2017

ભીની રેત ના, સંસ્મરણ સઘળા મળે

ભીની રેત ના, સંસ્મરણ સઘળા મળે
યાદોનાં કોહવાટેથી પ્રીતના પગલાં મળે

અદકેરી ચાલ ને મદમસ્ત નિશાનીઓ
અંકોડા પરોવાયેલા પડછાયાનાં પડઘાં મળે

મ્યાનબંધ તલવારો ની ખુમારી ગાથા
મૂછોનાં તાવ ને નમાવેલાં વીરલા મળે 

બોલી ઉઠે એક તૂટેલી ચૂડી નો કટકો
મળે સો જનમ છો, મને મારા સજના મળે

કમઠાણ કહો કે કહો બલિહારી 'ઉદયન'
સમયનાં ગર્ભ ને ચીરી નાળનાં કટકા મળે

- ઉદયન

No comments:

Post a Comment