Friday 17 March 2017

તમે ગોતો ત્યાં જ અડધું મળી જતું હોય છે

તમે ગોતો  ત્યાં જ અડધું મળી જતું હોય છે
અસ્તિત્વ પણ  ચાહત ને  કળી જતું હોય છે

હોય  પરપોટો, ત્યાં સુધી  કેદ  છે  ભીતર માં
ફૂટવાની હિંમતે  હવા માં ભળી જતું હોય છે

દિવા તળે અંધારું હોય  એ વાત સાચી હશે
છતાં  થોડા ધ્યાને  કંઈક  ગળી જતું હોય છે

અલગારી બેઠો હોય  શબ્દો ના ભેખ ધરી ને
અખંડ મૌને, સ્વાર્થ જેવું બળી જતું હોય છે

નહી માને  હજુ દુનિયાં અનુભવ ના અભાવે
પૂર્ણ પૌરુષત્વ, સ્ત્રીમાં પીગળી જતું હોય છે

ઉઠે નાદ ભીતરે  જયારે  મિલાપ નો 'ઉદયન'
કાન્હાની પુકારમાં બધું સંભળી જતું હોય છે

- ઉદયન

No comments:

Post a Comment