કડક બરડ હાથોમાં ખૂદને તેડેલો જોયો છે
ફાટેલા ખમીસ વાળો ગરીબ ખુદા મેં જોયો છે
વહેલી સવારથી કરતો મહેનત મારા માટે
સૂરજથી વધુ ઝળહળતો સિતારો મેં જોયો છે
શીખવાડી માણસાઈ મ ને માણસ બનાવી
દિલના સામ્રાજ્ય માં એને ઝૂમતો મેં જોયો છે
સાફ સુથરા રસ્તા પર પગલાં પડાવવા
દુનિયા ની બુરાઈ સામે ઝઝૂમતો મેં જોયો છે
કહેવી છે બધી વાતો એક શબ્દમાં ઉદયન
ભૂખ્યો રહી મને જમાડતો બાપ મેં જોયો છે
- ઉદયન
No comments:
Post a Comment