Friday 17 March 2017

યાદ સનમ ની

યાદ સનમ ની  હળવે હળવે વધતી જાય છે
નઝર ઉંચી કરીને જોયું સાંજ ઢળતી જાય છે

હોય ઘણાં ને આદત મધુશાલા માં બેસવાની
મને એના હોંઠો ની હસી એ જ ચડતી જાય છે

એક તબક્કો  એક લહેકો ને આઝમાઇશ છે
ચાંદ ખીલતો જાય એમ સનમ મળતી જાય છે

એક એક શબ્દ નું વર્ણન કરું મારી ગઝલ ના
હર શબ્દ ને નઝાકત થી સનમ ચૂમતી જાય છે

એમ શબ્દો નથી ગોઠવાતા સનમની બાજુમાં 
હોંઠો ના લહજા માં 'ઉદયન' ને છેડતી જાય છે

- ઉદયન

No comments:

Post a Comment