Friday 17 March 2017

વાદળી ભરેલી તું છલોછલ

વાદળી ભરેલી તું છલોછલ, ધરા કોરી હું, ને તારી યાદ છે
વરસ મુશળધાર, ભીંજવવા મનેય, એટલી જ ફરિયાદ છે

રઘવાટ સાગર નો, સમાવું વાદળી ફરી ફરી ને, કચવાટ છે
વીંધે આકાશ, પામવા ધરા, ત્યાં આ જગતને વિખવાદ છે

આવે સાગર ની લહેરો, મળવા કિનારાને, અને આથમે છે
નામ આપવું  પ્રેમનું, કે  અવિરત ચાલતો  કો'ક નો વાદ છે

દર્દ સંભળાવે, કબુતર ઘૂ ઘૂ ઘૂ માં, અંતર નો એ સવાલ છે
શિવાલય ની ભીંતો પર થી, કબૂતરે શિવ નો કરેલો નાદ છે 

ઉડી શકે  માણસ કેટલે ઉંચે, એ નઝર નઝર નો ક્યાસ છે
પણ, પડે નીચો કેટલો, અકારણ, જાત સાથે નો સંવાદ છે

- ઉદયન

No comments:

Post a Comment