Friday 17 March 2017

વાતો નો દોર થોડો લંબાઈ જશે

વાતો નો દોર થોડો લંબાઈ જશે
વાતો માં જયારે તું છવાઈ જશે
હું બોલીશ થોડું અને તું મલકશે
ગઝલ ગમતી, ત્યાં રચાઈ  જશે

શરૂવાત  હશે  અતુટ  દોસ્તી થી
વિના ખબર વળાંક લેવાઈ જશે
ઉત્કૃષ્ટ પ્રેમની ઝંખના માં આજ
રંગ માં મારા, સનમ રંગાઈ જશે

છલકતા   નૈનો  ના   જામ  ભરી
નશો   નાહક   નો   કરાઈ  જશે
નખશીખ  આ  ચોખ્ખો  માણસ
હોંઠો ના  નશા માં વટલાઈ જશે

સહેવું  કે  કહેવું  સમજાતું નથી
દિલ,   દરદ  માં   દુભાઈ   જશે
કહી  દઉં,  તને  હું  પ્રેમ  કરું છું
ઘા રુઝાયેલો, છો છોલાઈ જશે

વ્યક્તિત્વ તારું અજબ અનોખું
શબ્દ  માં  મારા  ચિતરાઈ  જશે
સંભાળજે તું ઝાલીમ દુનિયા થી
સનમ 'ઉદયન' ની કહેવાઈ જશે

- ઉદયન

No comments:

Post a Comment