Friday 17 March 2017

છે સઘળો ભાર અહીયાં સમય ઉપર

છે સઘળો ભાર અહીયાં સમય ઉપર
એક જનમ  એક મરણ  સમય ઉપર

મરઘટ રાખ્યાં છે તમે, ગામને  છેવાડે
એટલાં તમે બચી જશો! સમય ઉપર

જેના જન્મનો પ્રસંગ એજ તો રડે છે
બંધાવી આવ્યો ખોળિયું સમય ઉપર

અટકળ બાંધશે જગત કે હું જીવું છું
માનું ઉપરવટ ક્ષણ જીવ સમય ઉપર

હવે સમજ ઉદયન કે સમય સરકણો
રાખ મુઠ્ઠી ખુલ્લી ને છોડ સમય ઉપર

- ઉદયન

No comments:

Post a Comment