ચાર શબ્દો ભેગા થાય અને એમાં પ્રાસ ભળે
બંધાયેલી ગઝલ અચાનક શ્વાસે ને સનમ મળે
છે શબ્દો ઘણા મારી લીપી ની શબ્દાવલી માં
વાસંતી વાયરાં ના જવાબ ફરકે ને સનમ મળે
ચકનાચૂર પ્રેમ માં હોય કો'ક હ્રદય જવાનીમાં
બુઢાપા માંય સળવળાટ કરે એટલે સનમ મળે
ગોરંભાયેલા કાળા આકશેથી વરસતી હેલીમાં
બુંદ ના ધરતી સાથેનાં પ્રથમ મિલને સનમ મળે
દરેક વાત બેઝિઝક શબ્દો માં ઉતારે 'ઉદયન'
અંતરના ઉમળકે તોરણ બંધાય ને સનમ મળે
- ઉદયન
No comments:
Post a Comment