Friday 17 March 2017

શૂરાઓએ પણ હવે તો શરાબ છોડી દીધી

શૂરાઓએ પણ હવે તો શરાબ છોડી દીધી
સનમ નામે એક લજામણી અમે ખોડી દીધી

કંઈક ઉપચાર કર્યા, કેટલાંય વૈદ્યો ને મળ્યાં
આખરે, લખી સનમ, લકીર હાથે જોડી દીધી

એમ, સહેલાઈથી આ રોગ ક્યાં મટે એવો છે
દરેક સવારે, અમે સપના ની સાંજ તોડી દીધી

હશે, ગમતું કંઈક ઉપરવાળાને એવું માની ને
મંદિરોથી સનમખાના બાજુ સફર મોડી દીધી

- ઉદયન

No comments:

Post a Comment