Friday 17 March 2017

કામ દુનિયાના

કામ દુનિયાના ઘણાં લઇ ને હું તો બેઠો છું
નવરો નટખટ છે તો, મળવા મને ન આવી શકે !

ઇચ્છાઓ ને ઓપ આપવામાં મારે રહી ગયું
એક ઈચ્છા પૂરી કરવા ક્યારેક તું ન આવી શકે !

કસર કોઈ બાકી નથી રાખી તને પૂજવામાં
દિલના નાદ ને  રાગ માં ફેરવવા ન આવી શકે !

કહે તને ભોળો, પણ મને તો  લાગતો નથી
હોય એવું, જતાવવા ભોળપણ ન આવી શકે !

ફરિયાદ કરું છું, તો'ય કો'ને, ઘમંડી ખુદા ને
હોય સીધો સાદો તો તું રોકવાને ન આવી શકે !

- ઉદયન

No comments:

Post a Comment