Friday 17 March 2017

સાંભળી હશે તમે પણ એક ગઝલ સનમની

સાંભળી હશે તમે પણ એક ગઝલ સનમની
લખી છે મેં પણ આજ એક ગઝલ સનમની

વાંચ્યું હોય તમે  એ તો  ચાંદ - તારાની વાત
મારેતો આંખ ખુલે ત્યાં એક ગઝલ સનમની

તમે કહો છો કે લખે છે ઘણા હવે સનમ પર
લોહીની હર બુંદે અહીં એક ગઝલ સનમની

છે ક્યાંક રૂપ તો ક્યાંક લચકતી કમર ગઝલે
અસ્તિત્વ સંગાથે શ્વસે એક ગઝલ સનમની

ફરક બસ એટલો લખે કો'ક ને લખે 'ઉદયન'
દિલ ઝૂમે, ઝૂલે ને ઝૂરે, એક ગઝલ સનમની

- ઉદયન

No comments:

Post a Comment