Friday 17 March 2017

પ્રથમ પત્ર પ્રેમનો

પ્રથમ પત્ર પ્રેમનો
લખાયો હશે
ક્યાંક આકાશે
ને
સનમ
ઘડાયી હશે

ઋતુઓ ને આજમાવવા
વસંતે
સનમ વેરાયી હશે

વાદળીઓ ના છાપકામે
ચોમાસે
સનમ રેલાયી હશે

પ્રેમીઓના સથવારામાં
આંખોમાં
સનમ દેખાયી હશે

મેનકા ને રંભા ની વાતમાં
જગતે
સનમ જડાયી હશે

ન રહ્યું ધ્યાન ઇન્દ્ર નું 
ઘડતરે
સનમ સવાયી હશે

- ઉદયન

No comments:

Post a Comment