Friday 17 March 2017

પ્રસંગ જુનો ને ગમતો

પ્રસંગ જુનો ને ગમતો આજે સામે આવી ગયો
સખી કે, આજે મારા સપનામાં તું છવાઇ ગયો

સમય અને સ્થળ  એ જ જૂનું ને જાણીતું હતું
ગમતાં કાળા શર્ટમાં આવી દિલમાં લપાઇ ગયો

દસકો વિતી ગયો છે  આપણે મળ્યાં ને છતાંય
મુલાકાતમાં આજેય અઢળક પ્રેમ દેખાઇ ગયો

ભલે ન હોય તું મારા હાથની અટપટી રેખા માં
જન્મો જનમ દિલ પર મારો દીકું લખાઇ ગયો

- ઉદયન

No comments:

Post a Comment