Friday 17 March 2017

ઈતિહાસ સુવર્ણ

ઈતિહાસ સુવર્ણ, અહિયાં ધરબાયેલો પડ્યો તો'
સમય ના સંગાથે, હમણાં નનૈયો એણે ભર્યો તો'

લાંગરતો જહાઝ, બેફીકર ગણી કિનારો પોતીકો
રેતાળ પ્રેમ માં, છીછરાં આંગણે દિલથી ધર્યો તો'

હતી  વાત ખાનગી ને, ખાનગી માં જ પતી ગઈ
સપના નાં દરબાર માં  રાણી બનાવી હું વર્યો તો'

થાય શું, હવે,  હસ્તરેખા ના  વળાંક નું  'ઉદયન'
હતો જુગાર તો જુગાર, પણ ઈમાન થી કર્યો તો'

- ઉદયન

No comments:

Post a Comment