Friday 17 March 2017

માં

એક દિવસ ઘરડી માં ની ખાટ ખાલી ભાળશે
જોવાને ખુદા, પછી એક માણસ ક્યાં હાલશે 

ભીંજાય આંખ, આ વાંચી, તો કહી દે  માં ને
પસવારવા તારી જેવું, હવે મને કોણ આવશે

લખ, ઉપર બેસી, જે લખવું હોય એ, મંજુર
માં ના ખોળા જેવું સુખ, તું ય ક્યાંથી આપશે 

એકજ વાર મળે જિંદગીમાં એ સાથ ઉદયન
સરકતો સમય, માં ના આલિંગન  કેમ લાવશે

- ઉદયન

No comments:

Post a Comment