Friday 17 March 2017

વખણાય ભલે

વખણાય ભલે દુનિયા આખીની ઘણી અજાયબીઓ
મારા કાઠીયાવાડના મુકાબલે તો વામણાં જ કહેવાશે

અદભૂત જંગલો મોટા મોટા તમારા વખણાય ભલે ને
ડણક તો અમારા સિંહોની જ બધાં હાજા ગગડાવશે

અલગ અલગ કલરોથી રંગી લો તમારા મકાન ભલે ને
કેસુડો અમારો ખીલે ત્યારે દિલોને બધાં રંગો લગાવશે 

કેટકેટલી મસમોટી પર્વતમાળાઓ હોય તમારે ભલે ને
જુઓ ગીરનાર તો લાગે  કોઈ બૌદ્ધ આંખો ખોલાવશે

કિનારા બાંધી તમે ચલાવો ટેમ્સ - મિસીસિપી ભલે ને
નદીઓનાં કાંઠા કોતરે જોઈ તો જુઓ જીવન રેલાવશે

બ્રેડ પનીર અને ચીઝ હોય તમારી ઓળખાણ ભલે ને
લસણ ની કઢી માં રોટલો ચોળો તો અંતર ઝબોળાશે

કેટલાંય ફોન કરી મળવાની તારીખો આપો તમે ભલે ને
અડધી રાતે આંય કમાડ ખખડાવો તો ઉમળકો ફેલાશે

- ઉદયન

No comments:

Post a Comment