Friday 17 March 2017

થઇ ગયો એક પૂર્ણ પુરુષ

થઇ ગયો એક પૂર્ણ પુરુષ, પૂર્ણ સ્ત્રી સાથે નો
કાળા માથા નો માનવી, ભગવત્તા સથવારે નો 

કરી લીલા  અપરંપાર  જન્મ થી  મરણ સુધી
લોક જીભે  ચર્ચાઈ ને, કહેવાય  અંતે રાધે નો

હજારો વર્ષો  વીતી ગયા  એ  ઘટના બન્યાં ને
લાગે તોય પ્રસંગ તાજો ગોકુળે ગાયો હારે નો

લીધું સુદર્શન આંગળી એ, હતી મોરલી હાથે
પરિચય સઘળો આપે છે જરૂર પડી ત્યારે નો

- ઉદયન

🙏🏼 જન્માષ્ટમી ની ખુબ ખુબ શુભેચ્છા 🙏🏼

No comments:

Post a Comment