Friday 17 March 2017

ચહેરો અજાણ્યો

ચહેરો અજાણ્યો એ ગમતો અહેસાસ થઇ જાય
તોડી સરહદો, પ્રેમ મારો,  ઓ'લી પાર થઇ જાય

ચર્ચાઈ ગઈ સફર મારી આકરી વૈશાખી બપોરની
કહ્યું મેં, ભીનો રૂમાલ એનો ગમતી ગંધ થઇ જાય

શબ્દો ની આપ લે , તો હોય બધાં સાથે દિવસમાં
સાંજનો ચાંદલિયો મારી રતુમડી સનમ થઇ જાય

એવું કોઈ, મળી જાય જીવન માં અંગત 'ઉદયન'
આજનો ખાલીપો કાલ ગમતો ગુલાલ થઇ જાય

- ઉદયન

No comments:

Post a Comment