Friday 17 March 2017

યાદો તાઝી કરું છું

યાદો તાઝી કરું છું ફરી, તને રાઝી કરવાની
કરેલા ગતકડા નાદાન, ઈચ્છા તને જોવાની

ચાવી કાઢી સ્કુટર ની કેટ કેટલી કીકો મારી
તારા ઘરની સામે ઉભો, ઈચ્છા તને જોવાની

સાયકલ ની  ચેન ઉતારી  પેડલ ઉંધા માર્યા
બન્યો હું ગેરેજવાળો, ઈચ્છા તને જોવાની

વાધરી વગરના બુટમાં, વાધરીઓ  મેં બાંધી
ઉભો રહ્યો  અડગ  હું, ઈચ્છા તને જોવાની

શું સમજે આ બધું આજના જુવાનીયાઓ
વાત ન થાય ભલે પણ, ઈચ્છા તને જોવાની

આજે  પણ  બેશક  હું  કહી  શકું  'ઉદયન'
એ નિખાલસ પ્રેમ હતો, ઈચ્છા તને જોવાની

- ઉદયન

No comments:

Post a Comment