Friday 17 March 2017

એક બાજુ

એક  બાજુ, થતો  રાખ નો  મેં  ઢેર જોયો
બીજી બાજુ, મરેલી માં નો કાગળ  જોયો

કચકચ લાગતી, બુઢાપા ની વાતો ખાળવા
જીવતે જીવ એનાથી છૂટવાનો રસ્તો જોયો

સમજાવી પટાવી વૃધ્ધાશ્રમ ની વાટ પકડી
છતાં આંખોમાં એની, મારા માટે પ્રેમ જોયો

છૂટી ગયો સાથ, માં નો એક કરૂણ મોત થી 
પહોંચ્યો હું ત્યાં ખુલ્લા હાથમાં કાગળ જોયો

સુખ દુખ બંને પરિસ્થિતિ માં માણસ બનજે
ધાવણ પર ઉજરડા પાડતો મેં સંદેશ જોયો

- ઉદયન

No comments:

Post a Comment